(શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઇષ્ટદેવ જે શ્રીક્રુષ્ણ ભગવાન નુ ધ્યાનરૂપ મંગળાચરણ કરે છે. )હું જે તે મારા હ્રદયને વિષે શ્રીક્રુષ્ણ ભગવાન નુ ધ્યાન કરુ છું, તે શ્રીક્રુષ્ણ કેવા છે તો જેના ડાબા પડખા ને વિષે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષઃસ્થલ ને વિષે લક્ષ્મીજી રહ્યાછે અને વ્રુંદાવન ને વિષે વિહારના કરનારા છે (૧)
અને વ્રુતાલય ગામને વિષે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે તે અમે જે તે નાના પ્રકાર ના જે સર્વે દેશ તેમને વિષે રહ્યા એવા જે અમારા આશ્રીત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. (૨)
શ્રી ધર્મદેવ થકી જન્મ છે જેમનો એવા જે અમારા ભાઇ રામપ્રતાપજી તથા ઇચ્છરામજી તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ નામે અને રઘુવીર નામે ( જેને અમે અમારા દત પુત્ર કરીને સર્વે સત્સંગીના અચાર્યપણાને વિષે સ્થાપન કર્યા છે ); (૩)
જય સ્વમીનારાયણ